ખેરગામ તાલુકાના વાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.
ખેરગામ તાલુકાના વાવ માધ્યમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાવ માધ્યમિક શાળાના મેદાનમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેરગામ મામલતદારશ્રી, વાવ ગ્રામ પંચાયતના સરપંચશ્રી,ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, શાળાનાં શિક્ષકો, બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વાવ પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.તેમજ ઉપસ્થિત તમામ અધિકારીગણ અને હોદ્દેદારોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્યકક્ષાએ ભ્રમણ કરી જનકલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. વાવ ગામે સરકારની લોકો કલ્યાણકારી ૧૭ જેટલી યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજુ કરી સરકાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.
0 Comments