વાવ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. લોકશાહી શાસનમાં ચૂંટણીનું શું મહત્વ છે તેની સમજ માટે દર વર્ષે શાળામાં બાલ સંસદની ચૂંટણી યોજાતી હોય છે આ વર્ષે પણ ચૂંટણી યોજાઈ.જેમાં તમામ પ્રકારની પ્રક્રિયાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જેમ કરવામાં આવી હતી.મતદાન મથક, મતકુટીર, બેલેટ યુનિટ, એરો ક્રોસ, સ્ત્રી પુરોષ જેમ લાઈનબદ્ધ મતદાન મથકમાં પ્રવેશ, જેવી તમામ બાબતોને વણી લેવામાં આવી હતી.
શરૂઆતમાં તમામ બાળકોને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી ત્યાર બાદ વિવિધ પદ માટે ૧૦ ઉમદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેની ચુંટણી બેલેટ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. જે પ્રક્રિયાની સમજ આગળથી આપવામાં આવી હતી. જે લોકશાહીની ઢબે યોજાઈ જેનો આનંદ બાળકોને પ્રત્યક્ષ ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં આ પેઢી મતદાનની પ્રક્રિયા બાબતે જાગરૂકતા કેળવાય તેનો હેતુ સમાયેલો છે.
0 Comments