વાવ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આનંદમય અને ભાવભીનાં માહોલમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં શાળાનાં આચાર્યશ્રી મિનેશબેન પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકમિત્રો કિરણભાઈ પટેલ, આશાબેન પટેલ, મનીષભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ તથા નિમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો પણ હાજર રહ્યા હતા.
વિદાય સમારંભ દરમિયાન શિક્ષકો અને SMCના સભ્યોએ ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ અને આશિર્વચન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ પોતાના શાળાજીવનનાં સંસ્મરણો વ્યક્ત કરીને શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ભાવુકતાનું સંમિશ્રણ જોવા મળ્યું હતું અને અંતે સૌએ વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


















0 Comments